<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અરવલ્લીના ભિલોડા અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ :ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

ભિલોડા, ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ વિસ્તારમાં વરસાદ.: મકાઈ ,બાજરીના પાકને લઈ ખેડૂતોમાં ચિંતા

અરવલ્લીના ભિલોડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાંજના અરસા દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો  ભિલોડા, ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ વિસ્તારમાં વરસાદ વરસ્સ્યો હતો  સતત બીજા દિવસે સાંજના સુમારે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદથી મકાઈ ,બાજરીના પાકને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે .

ખેડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો . ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો  કાળઝાળ ગરમી વચ્ચે ઠાસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઇ હતી . ઠાસરા તાલુકાના આગરવા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો  વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(12:59 AM IST)