<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

૨૪ કલાકમાં ગુજરાતના ૭૫ તાલુકામાં વરસાદ ખાબક્યો: પોરબંદર ગીર સોમનાથ સહિત ૧૦ જિલ્લામાં આજે સવારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું: જ્યારે વલસાડ અને દમણમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

દેશભરમાં ૨૬ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું: આજે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: કાશ્મીરથી પશ્ચિમ બંગાળ સુધી સક્રિય વરસાદી સિસ્ટમ્સ કાર્યરત બની: એમપી ના ૫૦ જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન ૭૫ તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ નવસારી પંથકમાં ૪.૫૩ ઇંચ, જલાલપોરમાં ૩.૫૦ ઇંચ, કામરેજમાં ૩.૪૬ ઇંચ, સાવરકુંડલામાં ૩.૧૧ ઇંચ, વલસાડમાં ૩ અને સુરતમાં ૨.૮૦ ઇંચ વરસાદ પડ્યો છે * સવારે ૧૦-૧૧ સુધીમાં પોરબંદર ગીર સોમનાથ સહિત ૧૦ જિલ્લામાં આજે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે વલસાડ અને દમણમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર થયું છે * દેશભરમાં ૨૬ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે આજે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી * કાશ્મીરથી પશ્ચિમ બંગાળ સુધી સક્રિય વરસાદી સિસ્ટમ્સ કાર્યરત બની છે * એમપી ના ૫૦ જિલ્લામાં એલર્ટ * રાજસ્થાનના પૂર્વીય વિસ્તારો અને તામિલનાડુમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

 

(1:42 PM IST)