તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
કાલથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશેઃ બંગાળની ખાડીમાં નવી સીસ્ટમ સક્રીય થતા નવો રાઉન્ડ આવશે
રાજયમાં ૯ મી પછી મેઘરાજાનું પુનરાગમન થશેઃ વરસાદી માહોલ જામશેઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ક્રમશઃ ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. અગાઉ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ફંટાવાને કારણે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ધારણા કરતા ઓછો વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી સમયમાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ 9 ઓગસ્ટ પછી રાજ્યમાં મેઘરાજાનું પુનરાગમન થશે અને ફરીથી સારો વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતો માટે મહત્વની ચેતવણી આપતા જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ પાક માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આ નક્ષત્રમાં વધુ પાણી ભરાવાથી ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ અગાઉથી જ જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
