તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ખંભાતના ભવ્ય ડાયરામાં ડાયરામાં સોના-ચાંદીનો નોટોનો વરસાદ: નગરા ગામે સમસ્ત ડાંગર સમાજ દ્વારા હતું આયોજન
લોકગાયક દેવાયત ખવડ લોક સાહિત્ય અને ભજનોની રમઝટ બોલાવતા હતા ત્યારે ભાવિકોએ માતાજીની ભક્તિમાં ભાવવિભોર થઈને સોના અને ચાંદીની નોટોનો વરસાદ કર્યો

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે કંઈક એવું બન્યું જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીં યોજાયેલા એક ભવ્ય લોક ડાયરામાં ચલણી નોટોની સાથે સોના અને ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ખંભાતના નગરા ગામે સમસ્ત ડાંગર સમાજ દ્વારા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ભાગરૂપે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રખ્યાત લોકગાયક દેવાયત ખવડ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે દેવાયત ખવડ પોતાના અંદાજમાં લોક સાહિત્ય અને ભજનોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે ડાયરામાં હાજર લોકો અને ભાવિકોએ માતાજીની ભક્તિમાં ભાવવિભોર થઈને સોના અને ચાંદીની નોટોનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે ડાયરામાં 10 કે 500 ની નોટો ઉડતી હોય છે, પરંતુ અહીં સોના-ચાંદીની નોટો ઉછળતા આ કાર્યક્રમ આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નગરા ગામે બનેલી આ અવિશ્વસનીય ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ભવ્યતા જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ડાંગર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ખંભાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
