<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો : ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડવાનું શરૂ

વેજલપુર, સરખેજ, શ્યામલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે આજે મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના વેજલપુર, સરખેજ, શ્યામલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

  અમદાવાદમાં પણ લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણ પલટાયું હતું. શહેરના પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના પશ્ચિમ અને અન્ય વિવિધ વિસ્તારોમાં સાંજના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડવાનું શરૂ થયું હતું. લાંબા સમય બાદ પડેલા આ વરસાદી ઝાંપટાને કારણે અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે.

(11:13 PM IST)