<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અમદાવાદમાં ભરબપોરે એસ.જી. હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ

ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો

અમદાવાદમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. એસ.જી. હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે આજે બપોર બાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(6:53 PM IST)