News of Thursday, 26th November 2026
ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માતે મોત બદલ રેલવે વળતર ચૂકવવા જવાબદાર
મુસાફરની બેદરકારી ગણાવી રેલવે જવાદારીમાંથી છટકી ના શકેઃ હાઈકોર્ટ : રેલવે ટ્રેક ક્રોસ કરતાં ટ્રેન નીચે કપાઈ જનાર યુવકના પરિવારજનોને વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુ.નો હુકમ રદ

અમદાવાદઃ તા.૨૬: ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રેલ્વે ટ્રેક પર અકસ્માતમાં મળત્યુ થાય તો ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે મળત્યુ થયુ હોવાનું કહી ભોગ બનનારના કિસ્સામાં વળતર નકારી શકાય નહી. રેલ્વે ટ્રેક પર અકસ્માતમાં મળત્યુના કિસ્સામાં વળતર નકારવાનો રેલ્વે ટ્રિબ્યુનલનો અભિગમ ખામીયુકત અને રેલ્વે અકસ્માત વળતર કાયદાની જોગવાઈ વિરૂધ્ધનો છે.
વ્યસ્ત રેલ્વે સ્ટેશનો અને યાર્ડ્સ, ખાસ કરીને જયાં ફુટ ઓવરબ્રિજ અથવા તો દુર્ગમ, દૂર કે ભીડભાડવાળા હોય છે. મુસાપરો વારંવાર પ્લેટફોર્મ પર પહોંચવા અથવા પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટા ઓળંગતા હોય છે ત્યારે રેલ્વે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા કળત્યોને મુસાફરીની બેદરકારી ગણાવી તેને ગુનાહિત કળત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા તરીકે સરખાવી શકે નહી.
રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે કપાઇને મૃત્યુ પામનાર એક યુવકના કિસ્સામાં તેના આશ્રિતોને વળતર નકારવાના રેલ્વે ટ્રિબ્યુનલના હુકમને હાઇકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને મળતક યુવકના પરિવારજનોને ૯ ટકા વ્યાજ સાથે આઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. રાજબહાદુર અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કેસની હકીકત મુજબ, ગત તા. ૧૯ જુલાઈ, ૨૦૨૩ના રોજ યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સ-ેસમાં માન્યટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનનાજનરલ કોચમાં ભારે ભીડ અને ટ્રેનના અચાનક ઝટકાને કારણે તે ટ્રેનમાંથી પડી ગયો હતો અને ટ્રેન સાથે ઘસડાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરતી વખતે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મળત્યુ થયું હતું. પરિવારજનોએ રૂ.૮ લાખના વળતર માટે કોચમાં ભારે ભીડ અને ટ્રેનના અચાનક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા તા. ૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ અરજી ફગાવી દેવાઈ હતી. જેને પગલે પરિવારજનોએ હાઈકોર્ટમાં વળતર મેળવવા અપીલ કરી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
