<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગોરાઘુમા અને સાણંદ સ્ટેશનોની મધ્યમાં સ્થિત રેલવે ક્રોસિંગ 30 જુ સુધી બંધ રહેશે

અમદાવાદ અને સાણંદ આસપાસના વિસ્તારોમાં નિયમિત અવરજવર કરતા વાહનચાલકો માટે રેલવેએ સૂચવ્યા વૈકલ્પિક માર્ગો

અમદાવાદ અને સાણંદ આસપાસના વિસ્તારોમાં નિયમિત અવરજવર કરતા વાહનચાલકો માટે રેલવે તંત્ર તરફથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા ગોરાઘુમા અને સાણંદ સ્ટેશનોની મધ્યમાં સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 16A પર અનિવાર્ય અને અત્યંત આવશ્યક સમારકામ (મેઇન્ટેનન્સ) હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીના પગલે આગામી 20 જૂનથી આ માર્ગ પરથી પસાર થતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, કિલોમીટર 517/33-35 પર આવેલા આ રેલવે ફાટક (ક્રોસિંગ નં. 16A)ને 20 જૂન 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. આ સમારકામની પ્રક્રિયા સતત 10 દિવસ સુધી ચાલશે, જેના કારણે 30 જૂન 2026ના રોજ સાંજે 08:00 વાગ્યા સુધી અહીંથી કોઈ પણ પ્રકારના નાના-મોટા વાહનો પસાર થઈ શકશે નહીં. મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોની સલામત કામગીરી માટે આ બ્લોક લેવો અનિવાર્ય બન્યો છે.

 

રેલવે ક્રોસિંગ બંધ રહેવાના કારણે સ્થાનિકો અને રોજિંદા મુસાફરોને કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અગાઉથી જ ડાયવર્ઝન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.

રોડ ઓવર બ્રિજ (ROB): વાહનચાલકો રેલવે ક્રોસિંગ નંબર 16 પર આવેલા રોડ ઓવર બ્રિજનો ઉપયોગ કરીને પોતાની મુસાફરી ચાલુ રાખી શકે છે.

મણિપુરગામ અંડરપાસ: આ સિવાય ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે મણિપુરગામ પાસે આવેલા અંડરપાસનો આશરો પણ લઈ શકાશે.

રેલવે વિભાગે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ આ અહેવાલની નોંધ લઈને જ પોતાના પ્રવાસનું આયોજન કરે, જેથી ટ્રાફિક જામની સ્થિતિથી બચી શકાય અને ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકાય.

(1:15 AM IST)