તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
અરવલ્લીના બાયડ પાસે એસએમસીના પીઆઈ એસ એમ જાડેજાની રેડ : ચાપરિયા ગામમાંથી ₹૩૨.૫૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની ૪,૫૬૮ બોટલો ઝડપાઈ : જુઓ વિડીયો
વાહનોના માલિક, ડ્રાઈવર, ક્લીનર, સપ્લાયર અને ગ્રાહક સહિત ૭ આરોપીઓ વોન્ટેડ જાહેર : ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસી ગાંધીનગરના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એસ એમ જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાપરિયા ગામમાં પ્રોહિબિશન રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન બાયડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચાપરિયા ગામેથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસએમસીની આ અચાનક થયેલી કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૪,૫૬૮ નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો સહિત ₹૩૨.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત:
એસએમસીના સત્તાવાર અહેવાલ મુજબ, ઘટનાસ્થળેથી પોલીસ ટીમે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળીને કુલ ૪,૫૬૮ નંગ જથ્થો રિકવર કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹૧૨,૫૧,૯૬૫/- થાય છે. આ ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાયેલું ₹૨૦,૦૦,૦૦૦/- ની કિંમતનું ૧ આલીશાન વાહન (કાર) પણ પોલીસે ઘટનાસ્થળેથી કબજે કર્યું છે. આમ, દારૂનો જથ્થો અને વાહન મળીને કુલ ₹૩૨,૫૧,૯૬૫/- નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહનોના ચાલકો અને માલિકો સહિત ૭ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ:
આ દરોડા દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણના આખા નેટવર્ક સાથે જોડાયેલા કુલ ૭ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં (૧) કાર નંબર GJ18BG4066 ના માલિક, (૨) આ જ કારના ડ્રાઈવર, (૩) કારના ક્લીનર, (૪) અન્ય વાહન કાર નંબર GJ01ZB3218 ના માલિક, (૫) આ ગાડીના ડ્રાઈવર, (૬) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર તેમજ (૭) આ દારૂનો જથ્થો મંગાવનાર અને ખરીદનારા સ્થાનિક ગ્રાહકોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ ફરાર આરોપીઓ વિરૂદ્ધ કાયદાનો સિંજો કસ્યો છે.
પ્રોહિબિશન એક્ટની વિવિધ કડક કલમો હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ:
એસએમસીના પીઆઈ એસ એમ જાડેજાની ફરિયાદના આધારે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ લિસ્ટેડ ગુનાની યાદીમાં સામેલ નથી. હાલમાં એસએમસી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કારના નંબર અને અન્ય કડીઓના આધારે વોન્ટેડ બુટલેગરો, વાહન માલિકો અને સપ્લાયરને ઝડપી પાડવા માટે જુદા જુદા ઠેકાણાઓ પર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
