તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ક્વેસ્ટ ગ્લોબલે વડોદરામાં ઓઈલ અને ગેસ એન્જિનિયરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું

રાજકોટ, તા. ર૩ : વડોદરા, ભારત, એપ્રિલ ૨૦૨૬ - વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર અને પ્યોર-પ્લે એન્જિનિયરિંગ સર્વિસીસ કંપનીઓમાંની એક ક્વેસ્ટ ગ્લોબલે આજે જાહેરાત કરી છે કે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ઈન્ટિગ્રેટેડ એસેટ પરફોર્મન્સ એન્જિનિયરિંગ માટે વડોદરામાં સ્થાપિત તેના સમર્પિત એન્જિનિયરિંગ સેન્ટરનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ વિકાસ ગુજરાતને વૈશ્વિક ઊર્જા એન્જિનિયરિંગ ટેલેન્ટ માટેના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે.
જાન્યુઆરી ૨૦૨૬થી કાર્યરત આ વડોદરા સેન્ટર વૈશ્વિક ઊર્જા ગ્રાહકો માટે અદ્યતન એન્જિનિયરિંગ ઉકેલો પ્રદાન કરે છે. આ ઉકેલો એસેટ ઇન્ટિગ્રિટી, વિશ્વસનીયતા અને વિશ્વભરના જટિલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પર્ફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન પર કેન્દ્રિત છે. આ સેન્ટર ગ્રાહકોને તેમની કામગીરી વધુ અસરકારક બનાવવા, એસેટ ઉપલબ્ધતા વધારવા અને સમગ્ર જીવનચક્ર દરમિયાનના મેઇન્ટેનન્સ ખર્ચ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતના અગત્યના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ હબ પૈકીના એક એવા વડોદરામાં સ્થિત આ સેન્ટર ગુજરાતની મજબૂત ઔદ્યોગિક પરંપરા અને સશક્ત એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમનો લાભ લે છે. ઓઈલ અને ગેસ, રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર સાથેના પ્રદેશના લાંબા સમયથી ચાલતા જોડાણને કારણે ક્વેસ્ટ ગ્લોબલ માટે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત ટીમો ઊભી કરવી શકય બની છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
