તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને ઓએમઆર શીટ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાઈ
ઉમેદવારો ૨૯ જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે અને ૨૪ જૂન સુધીમાં જવાબો સામે ઓનલાઇન વાંધા રજૂ કરી શકશે : ઇમેઇલ પોસ્ટ કુરિયર કે અન્ય કોઈ પણ અન્ય માધ્યમથી મોકલેલી અરજીઓ કોઈ પણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં

રાજકોટ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાને લઈને એક મહત્વપૂર્ણ પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી ૨૦૨૫૨૬ ૧ અન્વયે લોકરક્ષક કેડરની કુલ ૧૨૭૩૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાના ભાગરૂપે ગત ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ ગુજરાતના વિવિધ અગ્રણી શહેરોમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લેખિત પરીક્ષા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આણંદ ભાવનગર અને ગાંધીનગર ખાતે આવેલી કુલ ૮૭૯ શાળા તેમજ કોલેજોમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમાં હાજર રહેલા તમામ ઉમેદવારોના ઓએમઆર શીટ સ્કેન કરીને ૧ canvas જૂન ૨૦૨૬ ના રોજ જ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો આગામી ૨૯ જૂન ૨૦૨૬ સુધીમાં પોતાના ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે.
આ સાથે જ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ જીપીઆરબી ગુજરાત ગવ ઇન પર જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પોતાના જવાબોની ચકાસણી કરવાની રહેશે.
જો કોઈ ઉમેદવારને આ પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા કોઈ પણ જવાબ સામે વાંધો કે રજૂઆત હોય તો તેઓ યોગ્ય આધાર અને પુરાવા સાથે ૨૪ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધીમાં ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓ અનુસાર માત્ર ઓનલાઇન માધ્યમથી પોતાના વાંધા સૂચવી શકશે. ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ઇમેઇલ પોસ્ટ કુરિયર કે અન્ય કોઈ પણ અન્ય માધ્યમથી મોકલેલી અરજીઓ અથવા તો નિયત તારીખ અને સમય વીતી ગયા બાદ મળેલી રજૂઆતોને કોઈ પણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
