<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ગુજરાત વહીવટી સેવા (GAS)ના ૨૦૨૪ બેચના ૧૩ પ્રોબેશનર અધિકારીઓની પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ. તરીકે નીમણૂક

આગામી ૨૬ ડિસેમ્‍બર ૨૦૨૬ સુધી તમામ પ્રોબેશનર્સ પ્રાંત અધિકારી તેમજ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તરીકે ફિલ્‍ડ ટ્રેનિંગ હેઠળ ફરજ બજાવશે

ગાંધીનગર, તા.૧૨: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય, ખાતેથી (સર્વિસીસ) હેઠળ એક મહત્‍વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્‍યો છે. સામાન્‍ય વહીવટ વિભાગ (GAD) ના સંકલ્‍પ અને સ્‍પિપા (SPIPA), અહમદાબાદના ૧૫ ઓક્‍ટોબર ૨૦૨૫ ના પત્ર અનુસાર, ગુજરાત વહીવટી સેવા (GAS - જુનિયર સ્‍કેલ) ના ૨૦૨૪ ની બેચના પ્રોબેશનર અધિકારીઓની તાલીમ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ તાલુકા અને સબ ડિવિઝનમાં ઈનચાર્જ પ્રાંત અધિકારી (PO) અને સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ (SDM) તરીકે નીમણૂક કરવામાં આવી છે.

નીમણૂક પામેલા અધિકારીઓ, ફાળવાયેલા જિલ્લાઓ અને સબ ડિવિઝનની યાદીઃ

 * અક્ષર રમેશભાઈ ઠુમ્‍મરઃ કચ્‍છ જિલ્લો - લખપત તાલુકો / નખત્રાણા સબ ડિવિઝન

* શ્રીમતી સળષ્ટિ મયંક શાહઃ ખેડા જિલ્લો - ખેડા તાલુકો / ખેડા સબ ડિવિઝન

* કલ્‍પેશકુમાર બળદેવભાઈ ગાલિયાઃ ભરૂચ જિલ્લો - હાસોટ તાલુકો / અંકલેશ્વર સબ ડિવિઝન

*  શ્રીમતી તાપસ્‍વી અજિત વાઘેલાઃ બોટાદ જિલ્લો - ગઢડા તાલુકો / બોટાદ સબ ડિવિઝન

* રાજેન્‍દ્ર જોઈતારામભાઈ પટેલઃ સાબરકાંઠા જિલ્લો - તાલોદ તાલુકો / પ્રાંતિજ સબ ડિવિઝન

* સંદીપસિંહ પ્રદીપસિંહ ઝાલાઃ છોટાઉદેપુર જિલ્લો - કવાંટ તાલુકો / છોટાઉદેપુર સબ ડિવિઝન

* શુભમ સિંહ રામસિંહ રાઠોડઃ તાપી જિલ્લો - કુકરમુંડા તાલુકો / નિઝર સબ ડિવિઝન

* પ્રશાંત ગંભીરદાન ગોરવિયાળાઃ રાજકોટ જિલ્લો - જામકંડોરણા તાલુકો / ધોરાજી સબ ડિવિઝન

* શ્રીમતી આયુષી દિલીપકુમાર પટેલઃ ગાંધીનગર જિલ્લો - દહેગામ તાલુકો / ગાંધીનગર સબ ડિવિઝન

* શ્રીમતી મોસમબેન પરેશકુમાર પટેલઃ સુરત જિલ્લો - મહુવા તાલુકો / બારડોલી સબ ડિવિઝન

* યોગેશ નંદલાલભાઈ બારડઃ જામનગર જિલ્લો - જામજોધપુર તાલુકો / લાલપુર સબ ડિવિઝન

* ધ્રુવ કાંતિભાઈ ડામોરઃ  બનાસકાંઠા જિલ્લો - અમીરગઢ તાલુકો / દાંતા સબ ડિવિઝન

* હિમાંશુ ભરતભાઈ ડામોરઃ  દાહોદ જિલ્લો - ગરબાડા તાલુકો / દાહોદ સબ ડિવિઝન

(3:37 PM IST)