News of Friday, 31st July 2026
ભારે વરસાદમાં ડૂબેલા વાહનો માટે રાહત આપો,આરટીઓ ટેક્સમાં છૂટ, સ્પેશિયલ પેકેજ જરૂરીઃ બાવકુભાઈ ઉંધાડ
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને અમદાવાદ, સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો વાહનો ‘ટોટલ લોસ', નવું વાહન ખરીદનારાઓને સરકારી સહાય આપવા રજૂઆત કરી

વડીયા તા.૩૧: રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી વાહનચાલકોને થયેલા મોટા નુકસાનને પગલે ગુજરાત સરકાર સમક્ષ રાહતની માંગ ઉઠી છે. રાજ્યના પૂર્વ મંત્રી અને અમરેલીના ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને પીડિતોને તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ, સુરત, નવસારી, વાપી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદના કારણે રહેણાંક, ઔદ્યોગિક અને કોમર્શિયલ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અન્ડરગ્રાઉન્ડ અને રોડ ઉપર પાર્ક કરેલી નાની-મોટી અનેક કાર સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા.
ઘણા વાહનોને એટલું નુકસાન થયું કે તે ‘ટોટલ લોસ' જાહેર થયા છે. આ સ્થિતિમાં વાહન માલિકોને નવું વાહન ખરીદવાની ફરજ પડી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં બાવકુભાઈ ઉંધાડે સરકારને ૨ મહત્વની ભલામણો કરી છે. જે વાહન માલિકો નવી કાર કે અન્ય વાહન ખરીદવા માંગતા હોય તેમને ય્વ્બ્ ટેક્સમાં સંપૂર્ણ રાહત આપવા માટેની વિશેષ યોજના જાહેર કરવામાં આવે. અતિવળષ્ટિના કારણે વાહનોમાં થયેલા નુકસાનને ધ્યાને રાખીને સરકાર દ્વારા પીડિતો માટે સ્પેશિયલ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. ભારે વરસાદથી પ્રભાવિત હજારો પરિવારોને આર્થિક ભારણમાંથી રાહત મળે તે હેતુથી આ માંગ કરવામાં આવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
