<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં SMC રચવાના શિક્ષણ વિભાગના નવા ઠરાવ સામે વિરોધ શરૂ: શાળા સંચાલક મંડળે બાયો ચડાવી

ગ્રાન્ટેડ શાળાઓ પહેલેથી જ બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કાર્યરત હોવાથી અલગથી SMCની જરૂર નથી:મંડળે સરકાર પાસે માંગ કરી કે કાં તો શાળાઓને આ નિયમમાંથી મુક્તિ અપાઈ અથવા SMCમાં ટ્રસ્ટના સભ્યોનો સમાવેશ કરાય.

ગાંધીનગર : ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં SMC રચવાના શિક્ષણ વિભાગના નવા ઠરાવ સામે વિરોધ શરૂ થયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ આ નિર્ણય સામે મેદાને આવ્યું છે

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ, ગ્રાન્ટેડ શાળાઓ પહેલેથી જ બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કાર્યરત હોવાથી અલગથી SMCની જરૂર નથી, તેનાથી વહીવટી ગૂંચવણ વધશે. મંડળે સરકાર પાસે માંગ કરી છે કે કાં તો શાળાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા SMCમાં ટ્રસ્ટના સભ્યોનો સમાવેશ કરાય.

(6:32 PM IST)