<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ગાંધીનગરના રાંદેસણ પાસે આવેલી શ્રી રંગ પર્લ સોસાયટીની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી

સમગ્ર ઘટના બાજુમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ :દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો

ગાંધીનગર: રાંદેસણમાં શ્રી રંગ પર્લ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ છે.  બાજુમાં બની રહેલી સ્કીમની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. આ સમગ્ર ઘટના બાજુમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ  મોડી રાત્રે ધોધમાર વરસાદ આવતા દિવાલ ધરાશાયી છે. દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે

સોસાયટીની બિલકુલ બાજુમાં જ અન્ય એક બિલ્ડર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ઊંડા ખોદકામના કારણે પ્રોટેક્શન દીવાલનો પાયો નબળો પડી ગયો અને આખી દીવાલ અચાનક ધસી પડી હતી  

બિલ્ડરની આવી ગંભીર બેદરકારીને કારણે સોસાયટીના રહીશોના જીવ જોખમમાં મુકાયા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

(5:11 PM IST)