<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

આઈબીના નામે પ્રચાર યુદ્ધઃચૂંટણી પહેલા ડિજિટલ ભ્રમનો વિસ્‍ફોટ

સુરત-જામનગરમાં અચ્‍છે દિનની વાત, ભાવનગરમાં ટક્કર બતાવતી પોસ્‍ટ વાઈરલ : ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા પર મતદારોને ભ્રમિત કરવાની નવી રણનીતિ : પંજાના પોસ્‍ટરથી ૩ મહાનગરમાં અંડર કરંટથી કોંગ્રેસના બોર્ડના દાવાનું ફેક કેમ્‍પેઇનઃ સૂત્ર

અમદાવાદ,તા.૨૦: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે લડત માત્ર મેદાનમાં જ નહીં. સોશિયલ મીડિયા પર પણ તેજ બની છે. હવે તો સોશિયલ મીડિયા હેન્‍ડલ પર ૧૩નાં નામે બોગસ પ્રચાર મતદારોને ગેરમાર્ગે દોરવાનો સુનિયોજિત ખેલ છે. પંજાના નિશાન સાથે વાઈરલ થયેલી પોસ્‍ટમાં રાજ્‍યની ત્રણ મહાનગરપાલિકામાં અંડર કરંટને કારણે કોંગ્રેસના મેયર બનશે તેવો દાવો કરાયો છે. જોકે, IBનું નામ આગળ ધપાવી રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ લોકશાહીની મૂળ ભાવનાને જ પડકારતો ખતરનાક ટ્રેન્‍ડ સાબિત થઈ રહ્યો ?.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવે તો, અહીં છેલ્‍લાં ઘણા વર્ષોથી એક તરફી રાજકીય દબદબો જોવા મળ્‍યો છે. છતાં, હાલના સમયમાં સ્‍થાનિક મુદ્દાઓ, અસંતોષ અને આંતરિક ગોઠવણો ચૂંટણીને રસપ્રદ બનાવી રહ્યાં છે. આ ઉપરાંત જિલ્‍લાની વિવિધ નગર પાલિકા, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે વિપક્ષ માટે પડકાર ઊભો થયો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં ત્‍ગ્નો રિપોર્ટ ફરતો કરાયો છે. વાઈરલ પોસ્‍ટમાં કોંગ્રેસના ચૂંટણી ચિન્‍હ પંજાનો ઉપયોગ કરીને એવો દાવો કરવામાં આવ્‍યો છે કે, IB ના ગુપ્ત સર્વે મુજબ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસનો જોરદાર અંડર કરંટ છે અને ત્‍યાં કોંગ્રેસનું બોર્ડ બનશે. આટલું જ નહીં, સુરત અને જામનગરમાં પણ અચ્‍છે દિનના ઓથા હેઠળ કોંગ્રેસ માટે સાનુકૂળ સ્‍થિતિ અને ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ખરાખરીનો જંગ હોવાનું ચિત્ર ખડું કરવામાં આવ્‍યું છે. આ પોસ્‍ટનો મુખ્‍ય ઉદેશ્‍ય સામાન્‍ય મતદારોને ગેરમાર્ગે દોરવાનો અને રાજકીય માહોલ ઊભો કરવાનો હોવાનું સ્‍પષ્ટ દેખાય છે. આ મામલે ત્‍ગ્ના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ત્‍ગ્‍ જેવી એજન્‍સી ચૂંટણી વિશે સોશિયલ મીડિયામાં કોઈ માહિતી આપતી નથી. મતદારોને પ્રભાવિત કરવા માટે ત્‍ગ્ના નામનો ખોટો ઉપયોગ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, રાજકીય વિશ્‍લેષકોના મતે, આવી પોસ્‍ટો મતદારોના માનસ પર અસર પાડવા માટે રચાય છે, ખાસ કરીને ત્‍યારે જ્‍યારે ચૂંટણી નજીક હોય.

IBનાં નામનો ઉપયોગ કરનાર યૂઝરની સાઈબર ક્રાઈમની ગુપ્ત તપાસ શરૂ

નાગરિકોએ કોઈપણ સોશિયલ મીડિયા પોસ્‍ટ પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવારતા તપાસવી જોઈએ. ચુંટણીમાં મત આપતી વખતે કોઈના પ્રભાવ કે ભ્રામક પ્રચારમાં આવ્‍યા વગર, પોતાના વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો એ દરેક નાગરિકની ફરજ છે. લોકશાહીના આ મહાપર્વમાં અફવાઓને સ્‍થાન ન હોવું જોઈએ. જેથી આ પોસ્‍ટ કોને મૂકી, ક્‍યાંથી મકાઈ અને યુઝરની વિગતો સહિતની તપાસ માટે સાઈબર ક્રાઈમ દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્‍યું છે.

ભાજપના વર્ચસ્‍વ ટકાવવા અને કોંગ્રેસની બેઠકો વધારવા ધમપછાડા

વડોદરા મહાનગર પાલિકા હોય કે જિલ્‍લા-તાલુકા પંચાયતો, ચૂંટણીના પરિણામો મતદારો પર નિર્ભર હોય છે. અત્‍યારની સ્‍થિતિએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે. વડોદરા કોર્પોરેશનમાં ભાજપ પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખવા માટે પ્રયત્‍નશીલ છે. બીજી તરફ, કોંગ્રેસ બેઠકો વધરવા જોર લગાવી રહી છે. જિલ્‍લામાં સ્‍થાનિક સમીકરણો અને ઉમેદવારોની છબી પરિણામો પર પ્રભાવ પાડી શકે છે.

ચૂંટણી માત્ર મતદાનનો તહેવાર નથી પણ માહિતીના યુદ્ધનું મેદાન પણ છે !

સોશિયલ મીડિયામાં ફેક નેરેટિવ ઊભું કરી મતદારોને પ્રભાવિત કરવાનો ટ્રેન્‍ડ લોકશાહી માટે ચિતાજનક છે. નિષ્‍ણાતોનું માનવું છે કે, ચૂંટણી માત્ર મતદાનનો તહેવાર નથી પરંતુ માહિતીના યુદ્ધનું મેદાન પણ બની ગયું છે. જ્‍યાં સત્‍ય અને અસત્‍ય વચ્‍ચેનો ફરક સમજવો જ સૌથી મોટી જવાબદારી છે મતદારોને હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે અને કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતાં પહેલાં તેની સાચિતા ચકાસવી આવશ્‍યક છે.(૪૦

 

 

 

(2:52 PM IST)