તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
જીતનગરથી લીલવાઢોળ જવાના રોડ પરથી રૂ. ૧.૩૦ લાખનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા.
જીતનગરથી લીલવાઢોળ જવાના ખેતરના કાચા રસ્તા પર ઝાડી ઝાખરોમાં ઈંગલીશ દારૂ સંતાડી રાખેલ

( ભરત શાહ દ્વારા )નર્મદા : વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ એ જિલ્લામાં અસરકારક કામગીરી કરવા સુચના આપતા પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ચૌધરી, એલ.સી.બી. નર્મદાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.કો. વિનોદભાઈ પરાગભાઈ બ.નં.૪૦૪ એલ.સી.બી. નર્મદા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, જીતનગરથી લીલવાઢોળ જવાના ખેતરના કાચા રસ્તા પર ઝાડી ઝાખરોમાંઈંગલીશ દારૂ સંતાડી રાખેલ છે અને તેને લેવા માટે બે શખ્શો કાળા કલરની લાલ પટ્ટા વાળી હોન્ડા શાઈન ૧૨૫ ૨જી.નંબર- GJ-22-R-8729 લઇ જનાર હોય જે બાતમી ના આધારે બાતમી વાળી જગ્યા પર આવતા બે શખ્શો આ ગાડી પર વિમલના થેલામાં ખાખી કલ૨ના પુઠાવાળી પેટી મળી આવેલ તથા તેમની બાજુમાં ઝાડી ઝાખરમાં ખાખી કલ૨ના પુઠાવાળી પેટીઓ મળી આવેલ જે પેટીઓને વારફરતી ખોલી જોતા ભારતીય બનાવટનો કિ.રૂ.૬૫,૨૧૧/-નો ઈગ્લીશ દારૂ તથા મો.સા. નંગ-૦૧ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૦,૨૧૧/- નો મુદ્દામાલ જપ્ત કરી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવીકાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલ આરોપી :- મનીષભાઈ વિક્રમભાઈ વસાવા ઉ.વ.-૨૬ રહે,હીરા ફળીયુ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા વિશાલભાઈ અશોકભાઈ ચૌહાણ ઉ.વ.-૩૨ રહે.ભાટવાડા રાજપીપલા, તા.નાંદોદ જી.નર્મદા.
જ્યારે વોન્ટેડ આરોપી :- રોનક ઉર્ફે ચામડો મહેન્દ્રભાઈ વસાવા રહે. ટેકરા ફળીયા, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
