તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની વસ્તી ગણતરી અને ઘરયાદી તૈયાર કરવાની પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ
મનપા દ્વારા 925 ગણતરીદારો અને 144 સુપરવાઈઝરો મળીને કુલ 1069 કર્મચારીઓની નિમણૂક :તમામ કર્મચારીઓને 11 મે થી 25 મે દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની વસ્તી ગણતરી અને ઘરયાદી તૈયાર કરવાની પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી 1 જૂનથી 30 જૂન સુધીના એક મહિનાના ગાળામાં સમગ્ર ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મહત્વની કામગીરીને પહોંચી વળવા માટે મનપા દ્વારા 925 ગણતરીદારો અને 144 સુપરવાઈઝરો મળીને કુલ 1069 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગણતરીની પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુથી, નિમણૂક કરાયેલા તમામ કર્મચારીઓને 11 મે થી 25 મે દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત દરેક ઘરની વિગતો અને વસ્તીના આંકડા એકત્રિત કરવામાં આવશે, જેના આધારે આગામી સમયમાં શહેરના આયોજન અને વિકાસની રૂપરેખા તૈયાર થશે. મનપા દ્વારા નાગરિકોને પણ આ પ્રક્રિયામાં ગણતરીદારોને સાચો ડેટા આપી સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
