<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમદાવાદના કોટ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશર સાથે પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત: સ્થાનિકોમાં રોષ ફેલાયો

હરકિશનદાસની પોળમાં છેલ્લા દસ દિવસથી કાળું અને ગંદુ પાણી આવતું હોવાની લોકોની ફરિયાદ :સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ હજુ સમસ્યા યથાવત

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશર સાથે પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હરકિશનદાસની પોળમાં છેલ્લા દસ દિવસથી કાળું અને ગંદુ પાણી આવતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરતા તંત્ર દ્વારા ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવી હતી, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. લોકોનું કહેવું છે કે પાણી શરૂ થતા પહેલા અડધો કલાક સુધી કાળું રગડા જેવું પાણી આવે છે, જે પીવા તો દૂર અન્ય વપરાશ માટે પણ યોગ્ય નથી.

(10:04 PM IST)