<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમા ઈન્ડસ્ટ્રીના બિલ્ડિંગના બીજા માળે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગી

વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળે દોડી:આગમાં ફસાયેલા બે લોકોને ફાયર જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા :ધુમાડો વધુ હોવાથી જવાનોએ BA સેટ સાથે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી ઉમા ઈન્ડસ્ટ્રીના બિલ્ડિંગના બીજા માળે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આગમાં ફસાયેલા બે લોકોને ફાયર જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. ધુમાડો વધુ હોવાથી જવાનોએ BA સેટ સાથે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

(6:19 PM IST)