તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ સોમવારે સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે
પશ્ચિમ બંગાળમાં મેળવેલી ભવ્ય જીત બાદ તેઓ પ્રથમ વખત મુલાકાતે:સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ :પીએમ મોદીના સ્વાગત માટે વડોદરાને વિશેષ બંગાળની થીમ પર શણગાર:વિવિધ ઝાંખીઓ, ભવ્ય રોશની, કટ-આઉટ અને LED સ્ક્રીન્સ દ્વારા શહેર ઝગમગી ઉઠ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે, જ્યાં પશ્ચિમ બંગાળમાં મેળવેલી ભવ્ય જીત બાદ તેઓ પ્રથમ વખત મુલાકાતે આવી રહ્યા હોવાથી સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. PM મોદીના સ્વાગત માટે વડોદરાને વિશેષ બંગાળની થીમ પર શણગારવામાં આવ્યું છે, જેમાં વિવિધ ઝાંખીઓ, ભવ્ય રોશની, કટ-આઉટ અને LED સ્ક્રીન્સ દ્વારા શહેર ઝગમગી ઉઠ્યું છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન સાંજે 5:30 કલાકે વડોદરા આવી પહોંચશે અને 6:00 કલાકે 'સરદારધામ' લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ, સાંજે 7:30 કલાકે ગદા સર્કલથી એક ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. આ મુલાકાત પૂર્ણ કરી PM મોદી રાત્રે 8:00 કલાકે દિલ્હી જવા રવાના થશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
