<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

વડાપ્રધાન મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ દેશના વિકાસમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરતો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે માધ્યમ બન્યો :જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મિરોલી ખાતે ભાજપા કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મિરોલી ખાતે ભાજપા કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું હતું.

આ અવસરે વિશ્વકર્માએ કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર મહિનાના અંતિમ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશના નાગરિકો સાથે જોડાય છે. આ કાર્યક્રમમાં તેઓ સમાજમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કાર્ય કરનાર વ્યક્તિઓના પ્રયાસોને બિરદાવવા સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, નવાચાર, યુવા શક્તિ અને જનકલ્યાણ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. ‘મન કી બાત’ કાર્યક્રમ દેશના વિકાસમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરતો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા પૂરું પાડતો એક અસરકારક માધ્યમ બન્યો છે.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જે. પટેલ સહિત આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:58 PM IST)