News of Tuesday, 12th May 2026
વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ એવોર્ડ એવા સરદાર રત્ન એવોર્ડથી નવાજાયા :પ્રશસ્તિપત્ર, શાલ, સ્મૃતિચિન્હ આપીને સન્માન કર્યું
પીએમ મોદીએ કહ્યું- સરદારના સ્વપ્ન પુરા કરવા મહેનતમાં કુ કચાશ નહીં રાખું. પાછો પણ નહીં વળું. ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે. ઘરમાં સન્માન થાય ત્યારે તેનુ ગૌરવ અનોખુ હોય.

વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કરવા ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સર્વોચ્ચ એવોર્ડ એવા સરદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા. વડાપ્રધાન મોદીને પ્રશસ્તિપત્ર, શાલ, સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યા હતા.
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કર્યા બાદ, ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, સરદાર ધામ યુવાનો માટે ભવિષ્યના કારકિર્દીના લોન્ચીગ પેડ માટે કામ કરશે. સમાજના બધા લોકોને આવા પૂણ્યશાળી કામ કરવા માટે અભિનંદન આપુ છું આજે આવ્યો છુ તો એક ખુશી વધુ છે. બંગાળ, આસામ, પુડુચેરીના પરિણામોએ દેશમાં ઉત્સાહનો માહોલ સર્જયો છે. તેની સાથે તમે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો શાનદાર રહ્યાં છે. આની ચર્ચા દેશભરમાં રહ્યાં છે. ગુજરાતે હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યુ છે. ગુજરાતી જાણે છે રાજકીય સ્થિરતા હોય ત્યા અર્થ વ્યવસ્થાની ગતિ વધુ તેજ થાય છે. આ સમજ ગુજરાતના વિકાસમાં જોવા મળે છે. એક પછી એક યોજાતી ચૂંટણી પરિણામોમાં પણ તે જોવા મળે છે.
સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી નવાજવા બદલ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગગજીભાઈને એક વાત કરવી છે. સરદાર ગૌરવ રત્નથી સન્માનિત કર્યો છે. જે નામ સરદાર સાથે જોડાયેલ હોય ત્યારે જવાબદારી વધી જતી હોય છે. ચાલાકીપૂર્વક બાંધી દિધો. આધાપાછા ના થતા. સરદારના સ્વપ્ન મારે પુરા કરવાના નસીબે આવ્યુ છે. આ સન્માન એવોર્ડ આપ્યો છે ત્યારે હુ વિશ્વાસ આપુ છુ કે સરદારના સ્વપ્ન પુરા કરવા મહેનતમાં કુ કચાશ નહીં રાખું. પાછો પણ નહીં વળું. ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે. ઘરમાં સન્માન થાય ત્યારે તેનુ ગૌરવ અનોખુ હોય.
દેશના સંસાધન પર પડનારી અસરને હળવી કરવા ભારતીયોએ પ્રયાસ કરવો પડશે. સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેમ ટીપે ટીપે ઘડો ભરાય તેમ નાના મોટા પ્રયાસથી એવા ઉત્પાદનનો ઉપયોગ ઓછો કરવો છે જે વિદેશથી આવતો હોય અને વિદેશી મુદ્રા ખર્ચ થતો હોય તેનો વપરાશ ઓછો કરવો. વિદેશી મુદ્રા ક્રુડની આયાત કરવા પાછળ વપરાય છે. આ માટે આપણે નાના નાના સંકલ્પ કરવા પડશે. કર્ણાટક અને તેલંગણામાં વાત કરી છે. આજે ગુજરાતમાં પણ આ વાત કરી રહ્યો છું. નાગરિકોને અપિલ છે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડે, મેટ્રોનો ઉપયોગ વધારે, પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારે, કાર પુલિગ વધારે, ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરે. સરકારી અને ખાનગી કચેરીમાં વરચ્યુલ મિટીગ અને વર્ક ફ્રોમ હોમની સુવિધા વધારે, શાળાઓ પણ ઓનલાઈન શિક્ષણ આપે.
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કર્યા બાદ, ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, નિકાલમાં 1000 દિકરીઓ માટેના છાત્રાલયનું ભૂમિપુજન થયું છે. સમાજ અને સરકારે મળીને કામ કરવું આવશ્યક છે. તેમણે કહ્યું કે, દેશના વિકાસમાં ગુજરાત મોડેલ લાગુ કરાયું છે. એરોસ્પેશ સેકટરમાં વડોદરા નવી ઓળખ બનાવી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં દુનિયા અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કોરોના, અખાતનું યુદ્ધની અસર વિશ્વ પર પડી રહી છે. ભારત તેનાથી અછુટ નથી રહ્યું. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સર્જાયેલ સંકટની અસર ભારતીયો પર ઓછામાં ઓછી અસર થાય તેવુ સરકાર કરી રહી છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
