News of Saturday, 5th September 2026
છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે માત્ર શિક્ષક તરીકે નહીં પણ વિદ્યાર્થીના વાલી તરીકેની પણ ભૂમિકા ભજવી
શિક્ષકના ઉમદા પ્રયાસથી શાળામાં બાળકોની સંખ્યા 519 સુધી પહોંચી. આજે હોસ્ટેલમાં રહીને 100થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે માત્ર શિક્ષક તરીકે નહીં પણ વિદ્યાર્થીના વાલી તરીકેની પણ ભૂમિકા ભજવીને બાળકોના અભ્યાસ માટે નક્કર કામગીરી કરી. આદિવાસી વિસ્તારમાં વાલીઓ દર વર્ષે ચોમાસામાં મજૂરી માટે બહાર જતા હોય છે. જેના કારણે તેમના સંતાનોએ પણ તેમની સાથે જવુ પડે અને બાળકોનો અભ્યાસ બગડે. ગુનાટા ગામના શિક્ષક જિતેન્દ્ર પટેલે આ સમસ્યાને ઉકેલવા માટે ગામમાં જ એક હોસ્ટેલ બનાવી જેથી બાળકો ગામમાં જ રહીને અભ્યાસ કરી શકે. શિક્ષકના આ પ્રયાસથી શાળામાં બાળકોની સંખ્યા 519 સુધી પહોંચી. આજે હોસ્ટેલમાં રહીને 100થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
