<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અમદાવાદમાં લીંબુનો ભાવ રૂ.૩૦૦ ને પાર

હોલસેલ બજારોમાં ૨૦૦ થી ૨૫૦ રૂપિયા લીંબુ વેચાયા

 

અમદાવાદ,તા.૩૦: સહિત સમગ્ર ગુજરાતમાં લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્‍યો છે. છૂટક બજારમાં લીંબુના ભાવ વધારે જોવા મળ્‍યા છે, તો છૂટક અને હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં રૂપિયા ૫૦નો ફરક સામે આવ્‍યો છે. એક તરફ ગરમીમાં લીંબુનો વપરાશ વધ્‍યો છે તો બીજી તરફ આવક ઓછી નોંધાઈ છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્‍યો છે. ઠંડા પીણા જેવા કે સોડા અને લીંબુ શરબતમાં પણ લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે અને ગરમીના સમયે લૂ થી રક્ષણ મેળવવા માટે લોકો લીંબુ પાણી વધારે પીતા હોય છે.

ગૃહિણીઓ રસોઈમાં ખટાશ લાવવા માટે લીંબુનો ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે હાલ લીંબુનો ભાવ વધ્‍યો હોવાથી લોકો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરતા હોય છે. લીંબુનો ભાવ દર ઉનાળાની સિઝનમાં વધી જતો હોય છે જેના કારણે ગૃહિણીઓને ના છૂટકે વધારે ભાવ આપીને લીંબુની ખરીદી કરવી પડતી હોય છે. હોલસેવ ભાવ અને છૂટકભાવમાં પણ બહુ ફરક નથી રહ્યો પણ લીંબુના ભાવ વધ્‍યા છે તે નક્કી છે.

ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, શેરડીનો રસ અને લીંબુ શિકંજીની માંગમાં અચાનક વધારો થાય છે, જેના લીધે લીંબુની જરૂરિયાત વધે છે. બજારમાં પુરવઠા સામે માંગ વધુ હોવાને કારણે છેલ્‍લા ૧૫ દિવસમાં જ લીંબુના ભાવમાં ચાર ગણો વધારો નોંધાયો છે.(૪૦

(2:53 PM IST)