<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા દબાણ હટાવો ઝુંબેશ સઘન: રસ્તા પરના દબાણો હટાવાયા

સ્ટેટ વિભાગની ટીમે સરગાસણ, કુડાસણ અને રિલાયન્સ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં સપાટો બોલાવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગોને અવરજવર માટે સુરક્ષિત બનાવવાના હેતુથી દબાણ હટાવો ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત એસ્ટેટ વિભાગની ટીમે સરગાસણ, કુડાસણ અને રિલાયન્સ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. ડ્રાઈવ દરમિયાન રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાઓ તેમજ ખાણીપીણીની અનધિકૃત લારીઓ દૂર કરવામાં આવી હતી, સાથે જ જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. GMC ની આ કામગીરીથી મુખ્ય માર્ગો ખુલ્લા થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી છે અને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોની અવરજવરમાં સરળતા રહેશે.

(9:30 PM IST)