<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા સમાન નાગરિક સંહિતા (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી: ગેઝેટ જાહેર

UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને સંપત્તિ સહિતના વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાની જોગવાઈ: બિલની જોગવાઈઓ અનુસાર સંપત્તિ અને વારસાઈમાં મહિલાઓને સમાન હક

ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા સમાન નાગરિક સંહિતા (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ગેઝેટ જાહેર કરવામાં આવ્યું છે. UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને સંપત્તિ સહિતના વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાની જોગવાઈ છે. 

 આ બિલની જોગવાઈઓ અનુસાર સંપત્તિ અને વારસાઈમાં મહિલાઓને સમાન હક્ક આપવામાં આવ્યા છે, જ્યારે લિવ-ઈન સંબંધમાંથી જન્મેલા બાળકના પિતૃત્વ અને વારસાઈ હક્ક અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કેન્દ્ર સરકારે પણ કરી છે અને આદિવાસી સમુદાયોને UCCના દાયરાથી બહાર રાખવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારના જણાવવામાં આવ્યું છે

(3:40 PM IST)