તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
તિલકવાડામાં આવેલ ઐતિહાસિક ધરોહરની જાળવણી જરૂરી : જોકે રજૂઆતો કરવા છતાં તંત્ર ઉદાસીન

( ભરત શાહ દ્વારા :નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા કે જ્યાં ફક્ત એક ઘાટ આવેલો છે અને તે પણ ખૂબ જૂનો અને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે માણસ નીચે ઉતર્યો અથવા તો ચડે તો પણ એને વધુ થાક ન લાગે અને એવું કહેવાય છે કે આ ઘાટ રાજા મહારાજા વખતનો ઘાટ છે અહીં એક ઐતિહાસિક કિલ્લો નો ગેટ પણ આવેલો છે આ બંને ઐતિહાસિક ધરોહર કહી શકાય અને ખરેખર તેની જાળવણી અને સમારકામ સરકાર દ્વારા તંત્ર દ્વારા કરવું જોઈએ, વારંવાર રજૂઆત છતાં પણ ફક્ત એક જ ઘાટ બચ્યો હોય તો પણ કોઈ કામગીરી થતી નથી, અને પૂરી પરિક્રમા હોય ઉત્તર વાહિની પરિક્રમા હોય ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, હમણાં તો ગંગા દસહરા પર્વ ચાલી રહ્યો છે દસ દિવસ ગંગાસ્વરૂપ માની પૂજા અર્ચના કરતા હોય છે અને તેમાં પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ જેમને તિલકવાડા થી ગંગા દશહરાનો પ્રારંભ કરાવ્યો હતો, કહેવાય છે તે વખતે મરાઠી બ્રાહ્મણ ગુજરાતી બ્રાહ્મણ અહીં રહેતા હતા તે વખતે સ્વામી મહારાજે બ્રાહ્મણોને પૂછ્યું કે તમે ગંગા દસ હરા પૂજા કરતા નથી..? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અહીં ગંગાજી ક્યાં છે તો સ્વામી મહારાજે કહ્યું કે પાણીનો કોઈપણ સ્ત્રોત એ તલાવ હોય કુવો હોય અથવા તો નદી હોય એને ગંગા સ્વરૂપ માની તેની પૂજા કરવી વિશેષ મહત્વ છે, ત્યારથી તિલકવાડાથી ગંગા દશેરાનો પ્રારંભ થયો હતો અને આજે નર્મદાના કિનારે એ પછી ગરડેશ્વર હોય તિલકવાડા હોય કરનાળી ચાણોદ નારેશ્વર તમામ સ્થળોએ આની પૂજા અર્ચના કરવામાં આવે છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
