<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ

ચૂંટણી તંત્ર દ્વારા રોટેશન જાહેર કરાતાં જ ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો:રાજકીય પક્ષોએ પોતાની દાવેદારી માટેની ગણતરીઓ શરૂ કરી દીધી

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા મનપાના તમામ 11 વોર્ડની કુલ 44 બેઠકો માટેનું નવું રોટેશન સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવી બેઠક વ્યવસ્થા હેઠળ અન્ય પછાત વર્ગ (OBC) અનામત માટે કુલ 12 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાં મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા માટે OBC માટેની 6 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ (SC) માટે 5 બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી તંત્ર દ્વારા રોટેશન જાહેર કરાતાં જ ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિવિધ રાજકીય પક્ષોએ પોતાની દાવેદારી માટેની ગણતરીઓ શરૂ કરી દીધી છે.

(7:59 PM IST)