News of Monday, 22nd June 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પેટા ચૂંટણી માટે તૈયારી અંતિમ તબક્કામાં :આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
મહેસાણાના વિસનગર તથા દાહોદની દેવગઢ બારીયાની સાત બેઠકો પર થશે પેટા ચૂંટણી. આણંદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ તથા ખેડા સહિત સાત જિલ્લા તથા તાલુકાની પેટા ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી વિવિધ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટેની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે થશે પેટા ચૂંટણી અને પેટા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી થઈ પ્રસિધ્ધ. મહેસાણાના વિસનગર તથા દાહોદની દેવગઢ બારીયાની સાત બેઠકો પર થશે પેટા ચૂંટણી.
બીજી તરફ આણંદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ તથા ખેડા સહિત સાત જિલ્લા તથા તાલુકાની પેટા ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
ટૂંક સમયમાં ચૂંટણી માટેની પ્રક્રિયા જાહેર થશે અને મતદાર યાદી સામે દાવાઓ સહિતની વિગતો થઈ જાહેર. ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત જે પણ વાંધા કે દાવાઓ હતા તેનો નિકાલ કરીને આ આખરી યાદી તૈયાર કરી છે.
આ યાદીના આધારે હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા, સ્ક્રૂટિની અને મતદાનની તારીખો નક્કી થશે. પેટાચૂંટણીના આ જંગમાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસના કાર્યો અને રાજકીય પક્ષોના ગણિત મહત્વના સાબિત થશે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
