News of Wednesday, 22nd April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ
ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં મોડમાં : રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ સહિત અનેક જિલ્લામાં ચૂંટણી કામગીરીને આખરી ઓપ

અમદાવાદ તા.૨૨: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં મોડમાં છે. આ દરમિયાન રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ સહિત અનેક જિલ્લામાં ચૂંટણી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી વિભાગમાં એક્શનમાં છે, ત્યારે જિલ્લામાં ૧૮ વોર્ડની ૭૨ બેઠક માટે ૧૦૧૪ મતદાન મથક બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ ૬ EVM સેન્ટર બનાવાયા છે. એક સેન્ટરમાં ત્રણ વોર્ડનો સમાવેશ કરાયો છે. વહીવટી વિભાગ દ્વારા ચ્સ્પ્ ચેકિગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લામાં EVM ચેકિગ સમયે દરેક વોર્ડના ઉમેદવારો અને એજન્ટને હાજર રાખવામાં આવ્યા હતા. ઉમેદવારો અને એજન્ટની હાજરીમાં EVM ચેકિગ થયા બાદ સીલ કરાયા હતા. જેમાં વહીવટીતંત્ર દ્વારા ચ્સ્પ્માં લાગેલા તમામ બટન ચાલુ છે કે નહીં તે ઉમેદવારોને ચેક કરી બતાવવામાં આવ્યું હતું. જેમાં ખામીવાળા ચ્સ્પ્ને સાઈડમાં રખાયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીનું સંપૂર્ણ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં આજે(૨૧ એપ્રિલ, ૨૦૨૬) સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ થકી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીમાં કરાયેલી તૈયારીઓની વિગતો અપાઈ હતી. સાથોસાથ આદર્શ આચારસંહિતા મામલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૮૩૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૦૭ ઉમેદવાર, તાલુકા પંચાયતની ૧૭૦ બેઠકો માટે ૫૦૦ ઉમેદવાર તેમજ નગરપાલિકા માટે ૨૩૧ જેટલા ઉમેદવારો વચ્ચે આગામી ૨૬મી એપ્રિલના સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યાજાશે. સાબરકાંઠા જિલ્લામાં કુલ ૭,૪૩૮ જેટલાં પુલિગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, તો બીજી તરફ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓમાં ૨,૭૮૩ જેટલાં ચ્સ્પ્ની ફાળવણી કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે પોલિગ સ્ટાફ સહિત પોલીસ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે, જે અંતર્ગત ૧૨૦૦ જેટલા પોલીસ જવાનો સહિત ૧૮૦૦ જેટલાં જીઆરડી જવાનો તૈનાત રહેશે.
સાબરકાંઠામાં ૧૨૧૦ જેટલાં મતદાન મથકો તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ફાળવણી કરાઈ છે, તો ૧૩૭ જેટલા મતદાન મથકોમાં નગરપાલિકાનું મતદાન થશે. સાબરકાંઠા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ૯,૧૮,૧૯૪ મતદારો તેમજ નગરપાલિકામાં ૧,૧૭,૯૭૬ મતદારો મતદાન કરશે. સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારનું આકસ્મિક નિધન થતાં હાલમાં તેનું મતદાન રદ કરવામાં આવ્યું છે, જેને લઈને આગામી સમયમાં ફરીથી જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી યોજાશે.
આગામી ૨૬મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે, ત્યારે ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પંચમહાલમાં શહેરા પોલીસ એક્શન મોડમાં આવી છે. મંગળવારે(૨૧ એપ્રિલ) ગોધરા વિભાગના ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસની ટીમ દ્વારા શહેરા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિગ કરાયું હતું. ફૂટ પેટ્રોલિગ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નગરના હુસેની ચોક, હોળી ચકલા, મેઇન બજાર, સિધી ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તાર તેમજ સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
