તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા :સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડી શકે
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે :અચાનક પલટા સાથે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા

ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને 22થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. સાથે જ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધુ રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાનમાં અચાનક પલટા સાથે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
