News of Thursday, 8th October 2026
અમરેલીના પૂર્વ સાંસદ અને ૩ ટર્મના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની પ્રાર્થના સભા

રાજકોટ : અમરેલીના પૂર્વ સાંસદ અને ૩ ટર્મના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઇ ઠુંમરનુ અવસાન થતા ઘેરો શોક છવાયો છે.
મુળ વાવડી રોડ હાલ અમરેલી સ્થિત વિરજીભાઇ કેશવભાઇ ઠુંમર (ઉ.વ.૬૭) તે જેનીબેન ઠુંમરના પિતાશ્રીનું કાલે તા. ૭ને બુધવારે શ્રીજી ચરણ પામેલ છે.
સદ્્ગતનું બેસણુ તા. ૯-૧૦-ર૦ર૬ શુક્રવાર તથા તારીખ ૧૦-૧૦-ર૦ર૬ શનિવારે સવારના ૮ થી સાંજના ૬ સુધી સ્થળ વિ. કે. ફાર્મ, કુંકાવાવ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
જેનીબેન વિરજીભાઇ ઠુંમર, ચંદુભાઇ બાબુભાઇ ઠુંમર, રમેશભાઇ કેશવભાઇ ઠુંમર, જયંતિભાઇ બાબુભાઇ ઠુંમર, તથા ઠુંમર પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
