તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
તિલકવાડા તાલુકામાં ફરી વીજ લાઇનના તાર ચોરી ગેંગ સક્રિય..
ખુશાલપુરા ગામની સીમમાંથી જતી વીજ લાઇનમાંથી રૂ.1.45 લાખના એલ્યુમિનીયમ તારની ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ભૂતકાળ માં વીજ લાઇન પરથી અસંખ્ય વાયરો અને ડીપી માંથી ઓઈલ ની ચોરી ઘટના પોલીસ માટે પડકારરૂપ બની હતી ત્યારબાદ આખી ગેંગ પકડાયા બાદ ચોરી ની ઘટના બંધ થઈ હતી પરંતુ હાલ આ ગેંગ પુનઃ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે કેમ કે તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાંથી જતી વીજ લાઇનના એલ્યુમિનીયમ તાર ની ચોરી ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર કુંજલ બાબુભાઈ મુનિવાલા, નાયબ ઇજનેર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ તિલકવાડા સબ ડીવીઝન નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામની સીમ માંથી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતી વીજ લાઇનનો એલ્યુમિનીયમ (ધાતુ)ના તાર અંદાજે કુલ લંબાઈ આશરે ૩૭૮૦ મીટર જેની અદાજીત કિંમત ૧,૪૫,૦૬૫/- (એક લાખ પિસ્તાલીસ હજાર પાંસઠ રૂપિયા પુરા) નો તાર કાપી ચોરી કરી લઈ જઇ ગુન્હો કરતા તિલકવાડા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં તિલકવાડા તાલુકા માં આવી અસંખ્ય ચોરીઓ થઈ હતી જેમા ચોરો થાંભલા પરથી ટ્રાનફોર્મર ઉતારી અંદર થી ઓઈલ અને તાર ની ચોરી કરતા હતા ત્યારે પોલીસે આ ચોરો ને પકડવા ઘણી મહેનત કરવા છતાં આ ગેંગ પોલીસ ના હાથે લાગતી ન હતી, આખરે ચોર ગેંગ પકડાયા બાદ આ પ્રકારની ચોરી સદંતર બંધ થઈ હતી, પરંતુ હવે ફરી આ ગેંગ સક્રિય થઈ હોવાનું જણાય રહ્યું છે
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
