<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પોપ્યુલર બિલ્ડર્સના દશરથ પટેલને જમીન હડપવાના કેસોમાં કોર્ટમાંથી રાહત નહીં નિયમિત જામીન અરજીઓ ફગાવાઈ

ગોધાવી અને ચેખલા જમીન કેસમાં બોગસ દસ્તાવેજો, છેતરપિંડી અને જમીન પર કથિત ગેરકાયદેસર કબજાના આરોપો

અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર્સ સાથે સંકળાયેલા દશરથ પટેલ જમીન હડપવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જમીન હડપવાના કેસમાં દશરથ પટેલ દ્વારા કરવામાં આવેલી નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. બોગસ દસ્તાવેજો તૈયાર કરી જમીન કબજે કરવાના આરોપોને ધ્યાનમાં લઈને કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો છે.

 

દશરથ પટેલ સામે જમીન હડપવાના કેસમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ જમીન સંબંધિત દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી હતી અને બોગસ દસ્તાવેજોના આધારે જમીન હડપવાનો પ્રયાસ કરાયો હોવાના આરોપો છે. આ મામલે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

 

 

જામીન અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કેસની ગંભીરતા તેમજ આરોપોની પ્રકૃતિને ધ્યાનમાં લીધી હતી. કોર્ટે નોંધ્યું કે ભાગેડુ આરોપીઓ પ્રત્યે ઉદાર અભિગમ દાખવી શકાય નહીં. કેસમાં આરોપીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અને સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે દશરથ પટેલને હાલ નિયમિત જામીન આપવાનો ઈનકાર કર્યો છે. 

જમીન હડપવાના આ કેસમાં આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ દશરથ પટેલને હાલ જામીન માટે કોઈ રાહત મળી નથી. કોર્ટ દ્વારા કેસની ગંભીરતા અને ઉપલબ્ધ કાનૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

(7:50 PM IST)