તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વડોદરાના વાઘોડિયાથી આંકડિયાપુરાને જોડતા નવા ડામર રોડની નબળી કામગીરી :ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા લાલઘુમ
અંદાજે ત્રણ કરોડના ખર્ચે બનેલા આ રોડનું ગત અઠવાડિયે જ લોકાર્પણ થયું હતું:ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને રોડની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલિંગ કરાવ્યું

વડોદરા :વડોદરા જિલ્લાના વાઘોડિયાથી આંકડિયાપુરાને જોડતા નવા ડામર રોડની નબળી કામગીરી સામે આવતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા લાલઘુમ થયા છે. અંદાજે ત્રણ કરોડના ખર્ચે બનેલા આ રોડનું ગત અઠવાડિયે જ લોકાર્પણ થયું હતું, પરંતુ માત્ર આઠ જ દિવસમાં ડામરના પોપડા ઉખડી જતાં તંત્રની ભ્રષ્ટ કામગીરીના પોલ ખુલ્લા પડી ગયા છે.
ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રોડની ગુણવત્તા ચકાસવા માટે રૂબરૂ સેમ્પલિંગ કરાવ્યું હતું. આ મામલે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમજ તેઓ આ સમગ્ર કૌભાંડ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખવાના છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
