તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
મતદાન મથકો-મતગણત્રી સ્થળે કેટલો પોલીસ ફોર્સ-સંવેદનશીલ વિસ્તારો-EVM સુરક્ષા સહિતની બાબતો સાંજે ફાઇનલ થશે
સાંજે રાજય ચૂંટણી પંચની તમામ કલેકટરો-ચૂંટણી અધીકારીઓ સાથે ખાસ વીસી યોજાશે

રાજકોટ તા. ૧૭: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સાંજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે વિસ્તળત ચર્ચા કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી આયોગે ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ આગામી ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ઁમીએ મતગણતરીની યોજાશે.
આ વિડીયો કોન્ફરન્સનું મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. જેથી ચૂંટણી મુક્ત, ન્યાયી, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય. કલેક્ટરો સાથેની આ બેઠકમાં
મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, પ્રિન્ટિગ પ્રેસ, મતગણતરી સ્થળ, સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા, આચાર સંહિતાનું કડક પાલન, અનધિકળત નાણાં, શરાબ, હથિયારો વગેરેની તપાસ અને જપ્તી, ઈવીએમ મશીનોની સુરક્ષા, મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની વ્યૂહરચના, જિલ્લા સ્તરે તૈયારીઓની સમીક્ષા અને જરૂરી માર્ગદર્શન
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલીકળષ્ણ અને તેમના વરિષ્ઠ અધિકારીઓ આ વિડીયો કોન્ફરન્સનું નેતળત્વ કરશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
