<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

કામરેજ તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ:કામરેજ-2 બેઠક પર ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

ગુજરાતમાં ભાજપના કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાની આ પહેલી ઘટના જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની

સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે, જ્યાં કામરેજ-૨ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સામાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. ગુજરાતમાં ભાજપના કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાની આ પહેલી ઘટના ગણાઈ રહી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ભરત સામળા, જે મૂળ ગીર ગઢડાના રહેવાસી છે, તેમને ભાજપે આ બેઠક માટે ટિકિટ આપી હતી. 

 મળતી માહિતી મુજબ, આદિવાસી સમાજ દ્વારા ભારે દબાણ બનાવવામાં આવ્યું હતું અને સમાજના હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા સ્થિતિ વધુ તંગ બની હતી. આ પરિસ્થિતિમાં અંતે ભાજપે ઝૂકી ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાવવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં રાજકીય હડકંપ મચી ગયો છે, ખાસ કરીનેપ્રફુલ પાનસુરીયાના મત વિસ્તારમાં આવી સ્થિતિ ઉભી થતા પક્ષની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે

(7:24 PM IST)