<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ડેડીયાપાડામાં એજન્ટ ઓળખપત્ર કચરામાં મળતાં રાજકારણમાં ચકચાર

ડેડીયાપાડામાં ચૂંટણી બાદ ઓળખપત્ર રસ્તા પર મળતા ચર્ચા ગરમાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોરજડી જિલ્લા પંચાયત વિસ્તારમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. ભાજપના ઉમેદવારના પતિ ખાનસિંગભાઈ નગરીયાભાઈ વસાવાનું તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી–2026 માટેનું એજન્ટ ઓળખપત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ કચરાવાળા રસ્તા પર પડેલું જોવા મળ્યું હોવાનું જાણવા મળે છે.

    આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ સામે આવી રહી છે. કેટલીક ચર્ચાઓમાં એવી અટકળો વ્યક્ત થઈ રહી છે કે હાર સહન ન કરી શકવાના કારણે ઓળખપત્ર ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે, જોકે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
 સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ચૂંટણી જેવી જવાબદારીપૂર્ણ પ્રક્રિયામાં આ પ્રકારની બેદરકારી યોગ્ય ગણાય કે નહીં. સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

(11:05 PM IST)