તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 21st September 2026
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો: વિજેતા OBC ઉમેદવારને મેયર બનવાની તક:અંદરોઅંદર રાજકીય લોબિંગ શરૂ
વોર્ડ નંબર 2, 3, 4, 5, 8 અને 10માં રોસ્ટરમાં ધરખમ ફેરફાર: પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ OBC માટે અનામત

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે આજથી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. રોસ્ટરમાં ફેરફાર થતાં ચૂંટણીના સમીકરણો પણ બદલાયા છે. 44 પૈકી 12 બેઠકો OBC માટે અનામત થતાં OBC નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. અગાઉની ટર્મમાં માત્ર 4 બેઠકો OBC માટે અનામત હતી. જ્યારે જનરલ બેઠકો 34થી ઘટીને 26 થઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 2, 3, 4, 5, 8 અને 10માં રોસ્ટરમાં ધરખમ ફેરફાર થયો છે. ગાંધીનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ OBC માટે અનામત હોવાથી OBC ઉમેદવારોમાં હરીફાઈ વધી છે. વિજેતા OBC ઉમેદવારને મેયર બનવાની તક હોવાથી ભાજપમાં અંદરોઅંદર રાજકીય લોબિંગ પણ તેજ બન્યું છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
