News of Thursday, 3rd September 2026
સુરતમાં ફરી નશાના કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી : બે કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
ગાંજાના ઓડિશા કનેક્શનની આશંકા વચ્ચે તહેવારો પહેલાં નશાના નેટવર્કને લઈને પોલીસની સતર્કતા વધી

સુરતમાં પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરતા બે કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે ચિરાગ વસાવાની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે ₹1.31 લાખ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગાંજાના ઓડિશા કનેક્શનની આશંકા વ્યક્ત થઈ રહી છે. આરોપી છૂટક પડીકી બનાવી ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળી છે. તહેવારો દરમિયાન નશાની સિન્ડિકેટ સક્રિય થતી હોવાની આશંકા વચ્ચે પોલીસની કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
