તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પાટણમાં સતત બીજા દિવસે દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા
દરોડાની કામગીરીને પગલે દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ: જિલ્લામાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ

પાટણ જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે વેચાણ અને ઉત્પાદન સામે પોલીસે સતત બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે મેગા ડ્રાઇવ હાથ ધરીને વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ આ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી બાદ આજે બીજા દિવસે પણ પોલીસની ટીમો ગેરકાયદે દારૂના અડ્ડાઓને નિશાન બનાવી રહી છે. સતત ચાલી રહેલી દરોડાની કામગીરીને પગલે દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
