<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજપીપળા દેશમુખ ફળિયામાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદામાલ સાથે એકને દબોચ્યો

જુગારના સાહિત્ય સાથે પકડી રાજપીપળા પોલીસે મેહુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના દેશમુખ ફળિયામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે રેડ કરી મુદામાલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો.
   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે મળેલી બાતમીના આધારે દેશમુખ ફળિયા માં છાપો મારતા ત્યાં મેહુલભાઈ વસંતભાઈ વસાવા (રહે. દેશમુખ ફળીયુ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પાસે આંક ફરકના આંકડાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા જેમાં એક આછો પીળો કલરનો વીવો કંપનીનો મોબાઈલ જેની કીં.રૂ. ૩૦,૦૦૦ તથા અંગ ઝડતીના રોકડા રૂ.૩૪૦૦/- મળી કુલ કીં. રૂ. ૩૩,૪૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે મેહુલ ને પકડી ગુનો કરતા રાજપીપળા પોલીસે મેહુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(1:37 PM IST)