<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

કડીના નેપચ્યુન આર્કેડ શોપિંગ સેન્ટરના બે સ્પામાં પોલીસના દરોડા : દેહવ્યાપાર અને દારૂની મહેફિલ:સંચાલક સહીત 4 સામે ગુનો દાખલ

પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી દારૂની 9 બોટલો, કોન્ડોમના પેકેટ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કડીના એક શોપિંગ સેન્ટરમાં આવેલા બે સ્પામાં ગ્રાહકોને એક જ સ્થળે દારૂ અને રૂપલલના એમ બંને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસને બાતમી મળી હતી કે, કડીના નેપચ્યુન આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા ‘ધી તાજ સ્પા એન્ડ બ્યુટી’ અને ‘DAN SPA’ (ડેન સ્પા)માં ગ્રાહકોને આકર્ષવા માટે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કડી પોલીસે તાત્કાલિક દરોડો પાડીને તપાસ હાથ ધરતા ત્યાંથી દેહવ્યાપાર અને વિદેશી દારૂની 9 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચાણસ્માના કોટવાડિયાપુરાનો મિત પ્રવીણભાઈ પટેલ નામનો શખ્સ આ સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. જ્યારે આ સ્પામાં દારૂ સપ્લાય કરવાનું કામ મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી સિલિકોન સ્પોન્ડ્રા સોસાયટીમાં રહેતો જૈમીન પ્રહલાદભાઈ પટેલ કરતો હતો.

પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી દારૂની 9 બોટલો, કોન્ડોમના પેકેટ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કડી પોલીસે બે સ્પાના સંચાલકો સહિત કુલ 4 શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્પાની આડમાં ચાલતી દારૂ પાર્ટી અને સેક્સ રેકેટના પર્દાફાશથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

(10:27 PM IST)