<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

અમદાવાદના એસજી હાઈવે પરના મનુ બીન કાફેમાં પોલીસના દરોડા: ગેરકાયદે હુક્કાબાર ચલાવનારા 2 આરોપીઓ ઝડપાયા

સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે કરી કાર્યવાહી. નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા મળી આવ્યા. કુલ રૂ.12,740નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

અમદાવાદના એસજી હાઈવે પર મનુ બીન કાફેમાં પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવતા આરોપી ઝડપાયા. સંચાલક હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશીની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે કરી કાર્યવાહી. નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા મળી આવ્યા. કુલ રૂ.12,740નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. અલગ-અલગ ફ્લેવરના હુક્કા અને તમાકુના પેકેટ જપ્ત કરવામાં આવ્યા. સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

 

(8:37 PM IST)