<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

અમદાવાદના દાણીલીમડામાં નશાના વેપાર પર પોલીસનો પ્રહાર: રૂ.5.69 લાખનો મુદ્દામાલ સીઝ: એકની ધરપકડ

પોલીસે ફીરોજખાન ઉર્ફે ઘોડા નજીરખાન પઠાણ નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો:તેના ઘરમાંથી 11 કિલો 370 ગ્રામ ગાંજો મળી આવ્યો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. બાતમીના આધારે પોલીસે ફીરોજખાન ઉર્ફે ઘોડા નજીરખાન પઠાણ નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરમાંથી 11 કિલો 370 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 5.68 લાખ રૂપિયા થાય છે. પોલીસે કુલ 5.69 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

(12:07 AM IST)