તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદની દુકાનમાં પોલીસની રેડઃ ડેપ્લીકેટ શુઝનો જથ્થો પકડાયો

અમદાવાદઃ શહેરના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાંથી નકલી બ્રાન્ડેડ શૂઝનું વેચાણ કરવાનું મોટું કૌભાંડ પોલીસના દરોડામાં સામે આવ્યું છે. ‘એસેન્સીયલ્સ' નામની જાણીતી દુકાનમાં પોલીસે અચાનક રેડ પાડીને Nike અને Asics જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના લોગો ધરાવતા ડુપ્લીકેટ શૂઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે નકલી વસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસે જ્યારે દુકાનમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી કુલ ૯૦ જોડી ડુપ્લીકેટ શૂઝ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસને મોટી સંખ્યામાં વિવિધ કંપનીના લોગોવાળા ખાલી બોક્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ નકલી શૂઝને પેક કરીને અસલી તરીકે વેચવા માટે થતો હતો. પોલીસના અંદાજ મુજબ જપ્ત કરવામાં આવેલા આ માલસામાનની કિંમત આશરે ૯૦,૦૦૦ રૂપિયા જેટલી થાય છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
