તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Wednesday, 22nd April 2026
ભરૂચમાં ચૂંટણી ફરજ પરના પોલીસ જવાનો અને હોમગાર્ડના સભ્યોએ બેલેટ પેપરથી મતદાન કર્યું
એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી નિર્ધારિત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ

ભરૂચમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આ કર્મચારીઓ પોતાનો મતાધિકાર ગુમાવી ન બેસે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી.
મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી નિર્ધારિત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરીને પોતાનો મત નોંધાવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ચૂંટણી ફરજ દરમિયાન પણ પોતાના લોકશાહી હક્કનો ઉપયોગ કરવા માટે જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
