તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સુરતના અલથાણ વિસ્તારમાં 9 વર્ષના બાળકને માર મારવાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી
દડો અન્ય બાળકીના લાગતા બાળકી સાથે બાળકનો વિવાદ થયો: બાળકીના પિતા વર્ધાન શાહ ઉશ્કેરાઈ ગયા અને તેમણે બાળકને લાફા માર્યા અને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યાનો પણ આરોપ

સુરતના અલથાણ વિસ્તારમાં 9 વર્ષના બાળકને માર મારવાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. રાજહંસ સિન્ફોનીયા સોસાયટીના કિડ્સ ઝોનમાં બાળક રમી રહ્યો હતો. દરમિયાન દડો અન્ય બાળકીના લાગતા બાળકી સાથે બાળકનો વિવાદ થયો હતો. આ સમયે બાળકીના પિતા વર્ધાન શાહ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને લાફા માર્યા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, બાળકને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને બાળકની માતાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વર્ધાન શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સોસાયટીમાં પણ ચર્ચા જાગી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
