તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
વડોદરાના કબીરધામ નગરમાં મારામારી અને તોડફોડ કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
આરોપીઓએ એક પરિવાર પર હુમલો કરી મહિલાઓને અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ :રિક્ષામાં પણ તોડફોડ કરી : પોલીસે મારામારી, તોડફોડ અને મહિલાઓ સાથે ગેરવર્તન બદલ આરોપીઓ સામે ગુનો નોંધ્યો

વડોદરાના કબીરધામ નગરમાં મારામારી અને તોડફોડ કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક પરિવાર પર હુમલો કરી મહિલાઓને અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે મારામારી, તોડફોડ અને મહિલાઓ સાથે ગેરવર્તન બદલ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કબીરધામ નગરમાં દાદાગીરી કરી મારામારી કરનારા આ જ આરોપીઓ બાદમાં માફી માંગતા નજરે પડ્યા હતા. પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે વિસ્તારમાં ભયનો માહોલ દૂર થયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચકચાર મચી હતી.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
